ધોરણ-૧૦નું પરિણામ વધારવા ગણિતમાં નાપાસ વિદ્યાર્થીઓને ૮-૧૦ માર્ક સુધી ગ્રેસિંગ અપાશે

મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ અને ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અંતથી લઇ જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. પરંતુ ધોરણ-૧૦ના આગામી સપ્તાહે જાહેર થનારા પરિણામ પહેલાં ગણિત વિષયનું પરિણામ નબળું હોવાની વિગતો મળી રહ્યા છે. જેમાં ગણિતના વિષયમાં ઘણી મોટી સંખ્યામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ કરવા સાથે સમગ્ર પરિણામ ૬૦ ટકા સુધી લઇ જવા માટે ૮થી ૧૦ માર્ક્સ સુધી ગ્રેસિંગ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-૧૦ ચાલુ વર્ષે ગણિત વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા મોટી હોવાનું જાણવા મળ્યું છે. ગણિતનું પેપર પ્રમાણમાં ઘણું જ અઘરું લાગવા સાથે ગણિતના પેપર તપાસતા ગણિતના વિષયમાં વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવી શક્ય નહીં હોવાનું પણ જાણવા મળ્યું હતું. આથી ગણિતમાં ૨૩ કે તેનાથી વધારે માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને પાસિંગ માર્કસ અપાવવા માટે ૧-૨ માર્કસથી લઇ ૮-૧૨ માર્કસનું ગ્રેસિંગ આપી પાસ કરવા ગંભીર વિચારણા કરવામાં આવી છે. જેમાં ગણિત વિષયનું પરિણામ ૬૦-૬પ ટકા સુધી પહોંચાડવા માટે સરેરાશ ૧૦-૧ર માર્ક્સનું ગ્રેસિંગ અપાશે તેવું શિક્ષણ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

ગુજરાતમાં ૨૦૧૭ના વર્ષમાં ધોરણ-૧૦નું પરિણામ ૬૮.ર૪ ટકા જાહેર થયું હતું. પરંતુ આ વર્ષે ગણિતમાં સરેરાશ પરિણામ ઓછું હોવાથી સમગ્ર પરિણામ ઉપર અસર પડી રહી છે. જેમાં ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ૩ વર્ષથી અંદાજે ચાર લાખ વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થઇ રહ્યા છે. જેમાં ર૦૧રમાં ગણિતમાં ૭૧.૮૧ ટકા, ર૦૧૩માં ૭૧.૧૧ ટકા, ર૦૧૪માં ૭૧.૧૧ ટકા, ર૦૧પમાં ૭ર.૬૩ ટકા, ર૦૧૬માં પપ.૦પ ટકા અને ર૦૧૭માં ૬૯.ર૬ ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હતા. આ વર્ષે ગણિતનું પ્રશ્નપત્ર અઘરું હતું. આ અંગે શિક્ષણ તજજ્ઞોનું કહેવું છે કે, ગણિતમાં વિદ્યાર્થીઓનો પાયો નબળો પડી રહ્યો છે. જેમાં રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની નીતિ અમલમાં છે. આથી આવા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા સુધી પાસ થતા રહે છે. જેથી ધોરણ-૧૦ સુધીની પરીક્ષા સુધીનો તેમનો પાયો નબળો રહે છે.

મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા