Airtelનો સૌથી સસ્તો પ્લાન, 84 દિવસ રોજનો મળશે 2.4GB ડેટા

રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે એરટેલે પોતાનો એક જુનો પ્લાન અપડેટ કર્યો છે. આમ તો એરટેલ અને જિયોની લડાઈ ઘણા સમયથી ચાલી રહી છે. ક્યારેક જિયો પોતાના પ્લાનને અપડેટ કરે છે તો ક્યારેક એરટેલ પોતાના પ્લાનમાં વધારે ડેટા આપવા લાગે છે. આ વચ્ચે એરટેલે પોતાના 84 દિવસના પ્લાનમાં બેઘણો ડાટા આપવાની જાહેરાત કરી છે. જાણો શુ છે પ્લાન…

એરટેલના 399 રૂપિયાવાળા પ્લાનમાં હવે રોજ મળશે 2.4 GB ડાટા

એરટેલે પોતાના 399 રૂપિયાવાળા પ્લાનને અપડેટ કર્યો છે. પહેલા આ પ્લાનમાં રોજ 1.4GB ડાટા મળતો હતો. જ્યારે હવે આ પ્લાનમાં રોજ 2.4GB ડાટા મળશે. આ ઉપરાંત આ પ્લાનમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 મેસેજ મળશે. આ પ્લાનની એક્સપાયરી 84 દિવસની રહેશે. જો કે કેટલાક યુઝર્સો માટે આ પ્લાનની સીમા 70 દિવસની રહેશે અને કેટલાક માટે 84 દિવસોની રહેશે. એરટેલના આ પ્લાનનો મુકાબલો જિયોના 448 રૂપિયા વાળા પ્લાન સાથે થશે જેમાં 84 દિવસો સુધી રોજ 2GB ડેટા મળે છે. જો તમે હિસાબ કરો તો આ પ્લાનમાં 1GB ડાટાની કિંમત ફક્ત 1.97 રૂપિયા થી રહી છે જે અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન છે.




મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા