3000 રૂપિયા પેન્શન મેળવા માટે 15 ફેબ્રુઆરીથી કરી શકશો અપ્લાય, જાણો નિયમ અને શરતો

મોદી સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની શરતો જાહેર કર દીધી છે. આ યોજના 15 ફેબ્રુઆરી, 2019થી લાગુ થશે. આ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકોને 60 વર્ષની ઉંમર બાદ 3000 રૂપિયા પ્રતિ સામ પેન્શન આપવામાં આવશે. સરકારે આ યોજનાની જાહેરાત 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા આંશિક બજેટમાં કરી હતી. સરકારે આ યોજનાને લગતી માહિતી રજૂ કરી છે.

યોજના સાથે જોડાવા માટે ઉંમરની સીમા
કામદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પહેલાથી જ કેન્દ્ર સરકારની સહાયતાવાળી કોઈ અન્ય પેન્શન સ્કીમના જો તમે સભ્ય હશો કે તેનો લાભ લેતા હશો તો વર્કર માનધન યોજના અંતર્ગત પેન્શન મેળવવા માટે તમે પાત્ર નહીં બનશો.

કોણ થઈ શકે છે સામેલ
આ યોજના લારી-ગલ્લાંવાળા, રિક્શા ચાલક, નિર્માણ કાર્ય કરનારા મજૂરો, કચરો વણનારા, બીડી બનાવનારા, ખેજ મજૂર, ચામડાના કારીગર અને આ પ્રકારના અન્ય કાર્યો કરતા અસંગઠિત ક્ષેત્રના કામદારોને કવર કરશે.

કેટલી હોવી જોઈએ આવક
મેગા પેન્શન યોજના સાથે જોડવા માટે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા કર્મીઓની આવક 15000 રૂપિયા કરતા વધુ ન હોવી જોઈએ. પાત્ર વ્યક્તિના સેવિંગ બેંક અકાઉન્ટ અને આધાર નંબર હોવા જોઈએ.

કેટલું કરવુ પડશે અંશદાન
યોજના સાથે 18 વર્ષની ઉંમરમાં જોડાનારા મજૂરોએ 55 રૂપિયા પ્રતિ માસ જમા કરાવવાના રહેશે. એટલી જ રકમનું યોગદાન સરકાર પણ કરશે. વધુ ઉંમરમાં જોડાનારા લોકોનું માશિક અંશદાન પણ વધતુ જશે. યોજના સાથે 29 વર્ષની ઉંમરમાં જોડાનાર મજૂરે 100 રૂપિયા પ્રતિ માસ અંશદાન કરવુ પડશે. યોજના અંતર્ગત 60 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી અંશદાન કરવાનું રહેશે.

જો તમે આ યોજના સાથે સંકળાયેલા હો અને જો તમે નિયમિતરીતે અંશદાન કરતા રહ્યા હો અને કોઈક કારણોસર તમારું મૃત્યુ થાય તો તમારી પત્ની આ યોજનાને આગળ વધારવા માટે પાત્ર બનશે. પરંતુ, જો તમે તેમાંથી બહાર નીકળવા માંગતા હો તો મૃત્યુ પામનાર વ્યક્તિની પત્ની અથવા પતિને ત્યાં સુધી ભરવામાં આવેલી કુલ રકમ વ્યાજ સહિત પાછી આપવામાં આવશે. આ યોજનાનો લાભાર્થી સ્થાયી રીતે અપંગ થઈ જાય તો તેની પત્ની કે પતિ તે યોજના ચાલુ રાખી શકે છે અથવા તેમાંથી બહાર આવી શકે છે. આ ઉપરાંત, જો પેન્શન શરૂ થયા બાદ લાભાર્થીનું મૃત્યુ થાય તો તેવી સ્થિતિમાં તેની પત્ની અથવા પતિ પેન્શનની હકદાર બનશે અને તેને પેન્શનની રકમના 50 ટકા મળશે.

મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા