મોદી સરકારે બદલ્યો 27 વર્ષ જૂનો નિયમ, લાખો કર્મચારીઓને રાહત

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપી છે. સરકાર તરફથી કર્મચારીઓના શેર અને મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણની લિમિટ વધારી દીધી છે. આ લિમિટ હવે વધીને હવે તે કર્મચારીઓના છ મહિનાના કુલ પગાર જેટલી થઈ ગઈ છે. આ અંગે ગુરુવારે કાર્મિક મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી હતી. મંત્રાલયે આ અંગે કેન્દ્ર સરકારના તમામ વિભાગોને આદેશ આપ્યો હતો. જણાવી દઈએ કે, સરકારના આ નિર્ણય બાદ આશરે 27 વર્ષ પહેલા મૌદ્રિક નિયમમાં બદલાવ કરવામાં આવશે.

પહેલાના નિયમ અનુસાર, ગ્રુપ A અને ગ્રુપ Bના અધિકારીઓને શેરો, ડિબેન્ચર્સ અથવા મ્યુચ્યૂઅલ ફંડ યોજનાઓમાં એક કેલેન્ડર વર્ષમાં 50000 રૂપિયાથી વધુની લેવડ-દેવડ કરવા પર તે અંગે માહિતી આપવી પડતી હતી. તેમજ ગ્રુપ C અને ગ્રુપ Dના કર્મચારીઓ માટે આ લિમિટ 25000 રૂપિયા હતી. પરંતુ, નવા નિયમ બાદ કર્મચારી પોતાના રોકાણ અંગે જાણકારી ત્યારે જ આપશે જ્યારે એક કેલેન્ડર વર્ષમાં તે રોકાણ તેમના છ મહિનાના કુલ પગારની રકમને પાર કરી જાય.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાતમા પગાર પંચની ભલામણો લાગૂ થયા બાદ સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થયો છે. એવામાં લિમિટની મર્યાદા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રશાસનિક અધિકારી ટ્રાન્ઝેક્શન પર નજર રાખી શકે તેને માટે સરકારે કર્મચારીઓને માહિતી શેર કરવા અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે.

મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા