સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે આપી આટલી મોટી રાહત

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપી છે. સરકારે કર્મચારીઓના શેરો અને મ્યુચઅલ ફંડોમાં રોકાણની વિગતોે જાહેર કરવાની મર્યાદા વધારી દીધી છે. આ મર્યાદા વધારીને કર્મચારીના છ મહિનાના બેઝિક પગાર જેટલી કરવામાં આવી છે.

પર્સોનલ મંત્રાલય દ્વારા આ અંગે તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી લગભગ ૨૭ વર્ષ પહેલાના મોનિટરી મર્યાદાના નિયમમાં ફેરફાર કર્યો છે.

અગાઉના નિયમ મુજબ ગ્રુપ એ અને ગ્રુપ બીના અધિકારીઓને શેરો, સિક્યુરિટી, ડિબેન્ચર કે મ્યુચલ ફંડ યોજનાઓમાં એક કેલેન્ડર વર્ષમાં ૫૦,૦૦૦ રૃપિયાથી વધુની લેવડદેવડની વિગતો આપવી પડતી હતી. જ્યારે ગુ્રપ સી અને ડીના કર્મચારીઓ માટે અઆ મર્યાદા ૨૫,૦૦૦ રૃપિયાની હતી.

જો કે હવે નવા નિયમ મુજબ કર્મચારીને પોતાના રોકાણની વિગતો ત્યારે જ આપવી પડશે જો એક વર્ષમાં આ રોકાણ તેમના છ મહિનાના બેઝિક પગારથી વધુ હોય.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સાતમા પગાર પંચની ભલામણો અમલમાં મૂકાયા પછી સરકારી કર્મચારીઓના પગાર વધ્યા છે. જેને ધ્યાનમાં રાખીને આ મર્યાદા વધારવામાં આવી છે.

વહીવટી અધિકારી વ્યવહારો પર નજર રાખી શકે તે માટે સરકારે કર્મચારીઓની વિગતો માગવાનો નિર્ણય લીધો હતો.

નિયમ અનુસાર કોઇ પણ સરકારી કર્મચારી કોઇ પણ શેર કે અન્ય રોકાણમાં સટોડિયા પ્રવૃત્તિઓે કરી ન શકે. જો કોઇ કર્મચારી દ્વારા શેરો, સિક્યુરિટી અને અન્ય રોકાણનું વારંવાર ખરીદ વેચાણ કરવામાં આવશે તો તેને પણ સટોડિયા પ્રવૃત્તિ ગણવામાં આવશે. ક્યારેક બ્રોકર કે અન્ય કોઇ અધિકૃત વ્યકિત દ્વારા કરવામાં આવતા રોકાણને મંજૂરી આપવામાં આવી છે.

ADVERTISEMENT

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો YoutubeTwitter

મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા